Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
સુરતમાં ટેક્નોલોજીના યુગમાં સુરતમાં સાયબર ગઠિયાઓ નવા નુસખા અપનાવી રહ્યા છે. સુરત સાયબર ક્રાઈમ સેલે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ રહી ચૂકેલા બોદુભાઈ પલેજાની ધરપકડ કરી. 16 વર્ષની ઉંમરે દેશનું પ્રતિનિધિત્વ કરનાર યુવાન સાયબર ફ્રોડમાં સંડોવાયો હોવાનો ખુલાસો થયો છે.
પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો. એક લિંક મોકલીને મોબાઈલ કરી દેતો હેક. સુરત પોલીસે સાયબર ગુનામાં બોદુભાઈ પલેજાની કરી ધરપકડ. આરોપીએ ફરિયાદીને ‘RTO Chalan’ નામની APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી 70,379 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. આ રકમ બેંક ઓફ બરોડા અને ICICI બેંકના ક્રેડિટ કાર્ડ બિલમાં વપરાઈ હોવાની વિગતો. આશરે રૂ. 1.80 લાખના બિલ સેટલમેન્ટમાં ડિજિટલ મનીનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો. ફરિયાદીએ તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન અને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે જૂનાગઢથી આરોપીની કરી ધરપકડ.























