Surat Navratri : નિયમોનું પાલન ન કર્યું તો ગરબા બંધ કરાશે, ફાયર વિભાગે ગરબા આયોજકોને આપી નોટિસ

Continues below advertisement

Surat Navratri : નિયમોનું પાલન ન કર્યું તો ગરબા બંધ કરાશે, ફાયર વિભાગે ગરબા આયોજકોને આપી નોટિસ

નવરાત્રી આયોજનને લઈ પાલિકાની કાકડ સૂચના. નવરાત્રી ને માત્ર 10 દિવસ બાકી હજુ ફાયર વિભાગમાં હજુ કોઈ મજૂરી લેવામાં આવી નથી. ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટીસ આપી, ગરબા કરવા આવનારા લોકોની યાદી રાખવી પડશે.  નવરાત્રી આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે, “ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજક ની રહેશે. નવરાત્રી આયોજન દરમ્યાન કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. નિયમોનું પાલન નહીં કરાશે તો આયોજકોને નોટિસ આપી આયોજન બંધ કરી દેવામાં આવશે, તેમ ફાયર અધિકારીએ જણાવ્યું હતું. 

આયોજકો પાસે સોગંદનામાં 30 જેટલા મુદ્દાઓના નિયમોની અમલવારી લેવામાં આવી છે . નિયમોનું પાલન નહીં થાય અને જો કોઈ દુર્ઘટના ઘટે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે . આયોજનમાં કેટલા લોકોનો પ્રવેશ, એન્ટ્રી એક્ઝિટ માટેના ગેટની સ્થિતિ , વાયરીંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરનાર નું સર્ટિફિકેટ સહિત જુદા જુદા નિયમો પાલન કરવાનું રહેશે, તેમ  હરેશ ગઢવી - ડે ચીફ ફાયર ઓફિસર સુરત પાલિકાએ જણાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola