Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામત

Continues below advertisement

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામત

સુરત : ઉધના ભાટેના વિસ્તારમાં વિકૃત વ્યક્તિ ની વિકૃત માનસિકતા સામે આવી. અમન સોસાયટી માં બાળકીઓની છેડતી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસનો જાણે કોઈ ડર ના હોય તે રીતે આ વિકૃત માનસિક યુવકે કહેર વર્તાવ્યો છે. આવતી જતી બાળાઓની છેડતી કરતા નજરે આવ્યો. ઉધના પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ આવી ઘટના બનતા ચકચારી મચી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ દીકરીઓ અસલામત હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.  

સુરતની જ વાત કરીએ તો, અલથાણના ભાજપના મહિલા નેતાના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખના આપઘાત પાછળ ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે. જેથી ફરી એક વખત સુરતની અલથાણ પોલીસ દ્વારા ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા વિડીયોગ્રાફી સાથે કલાકો સુધી મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  હવે આગામી દિવસોમાં દીપિકા આપઘાત કેસમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ રહેલી છે.

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને શહેર ભાજપની મહિલા મોરચાની વોર્ડ નંબર 30 ની પ્રમુખ 34 વર્ષીય દીપિકા નરેશ પટેલ દ્વારા ગત રવિવારના રોજ બપોરના સમય દરમિયાન પોતાના જ ઘરે પંખા વડે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે આપઘાતની તપાસ અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં દીપિકાના નજીકના અને ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી શરૂઆતથી જ શંકાના ડાયરામાં છે. જેથી અલથાણ પોલીસે દીપિકા અને ચિરાગના ફોન ફોરેન્સિક લેબ ખાતે તપાસ અર્થે મોકલ્યા છે. જે ફોરેન્સિકનો રિપોર્ટ હાલ આવવાનો બાકી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram