Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. જલાલપોરમાં બે કલાકમાં અઢી વરસાદથી ભરાયા પાણી. નવસારી અને ગણદેવી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ.
નવસારી શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી ભરાયા પાણી. શહેરના મુખ્ય માર્ગ છાપરા રોડ વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદી પાણી બેંકના ATM મશીનમાં ઘૂસ્યા. વોટર લોંગીગના કારણે છાપરા નવસારી રોડ ફેરવાયો બેટમાં. નવસારી શહેરમાં આજે સવારે 2.13 ઈંચ વરસ્યો વરસાદ.
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ હવે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે (19 જુલાઈએ) વહેલી સવારે સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારો અને ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત મોડી રાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તાપમાન ગગડતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.

















