South Gujarat Unseasonal Rain : દક્ષિણ ગુજરાતમાં પડ્યું માવઠું, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે
South Gujarat Unseasonal Rain : દક્ષિણ ગુજરાતમાં પડ્યું માવઠું, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે
South Gujarat rain: આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરુચ, તાપી સહિતના જિલ્લામાં માવઠું પડ્યું હતું. જેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.





















