POCSO Act: પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી. કડોદરા પોલીસ સ્ટેશનમાં 2021ના વર્ષમાં પોક્સો અને બળાત્કારના ગુનો નોંધાયો હતો. જે કેસમાં કુલદીપ ગૌતમ નામના આરોપીને આજે કોર્ટે સજા સંભળાવી. અને એડિશનલ જજ આર.પી. મોગેરાએ એતિહાસિક ચુકાદો આપ્યો. તો ફરિયાદી તરફથી સરકારી વકીલ નિલેશ પટેલએ ધારદાર દલીલો કરી હતી.
સરકારી વકીલ નિલેશ પટેલે કોર્ટમાં પુરાવા અને દલીલો સાથે તાકાતભેર પોક્સો અધિનિયમની કલમો 4-2, 6 અને 8 હેઠળ દોષિતને સખસ સજા આપવાની માગ કરી હતી. બારડોલી સેશન્સ કોર્ટના જજ આર.પી. મોગેરાએ આ મામલે ન્યાયપૂર્ણ ચુકાદો આપતાં કુલદીપ ગૌતમને પોક્સો 4-2 હેઠળ 35 વર્ષની કેદ અને ₹15,000 દંડ, પોક્સો 6 હેઠળ 20 વર્ષની કેદ અને ₹10,000 દંડ તથા પોક્સો 8 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000 દંડની સજા ફટકારી છે.