Local Body Election: Gujarat AAP: મતદાન પહેલા ‘પોસ્ટર વોર’, સુરતના મુસ્લિમ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર

Local Body Election: Gujarat AAP: મતદાન પહેલા ‘પોસ્ટર વોર’, સુરતના મુસ્લિમ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર

ચૂંટણી પહેલાં પોસ્ટર વૉર. સુરતમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટર. AAPને મત આપવા મુસ્લિમ મતદારોને કરાયું આહ્વાન. AAPનો દાવો. અમે નથી લગાવ્યા પોસ્ટર.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી છે.. આ ચૂંટણીમાં અનેક  અનેક મુદ્દાઓ ચર્ચાયા... રૂપિયા, દારૂ, નિવેદનો... આટલેથી જ પક્ષો નથી અટક્યા.... રાજકીય પાર્ટીઓ જે ધર્મના નામે રાજનીતિ કરવામાં અવલ્લ બની છે.... આવું મારે એટલા માટે કહેવું પડે છે... કારણ કે, કોઈ પણ પક્ષ હોય... ભાજપ હોય, કોંગ્રેસ હોય કે, આમ આદમી પાર્ટી હોય.. તમામ પક્ષો મતદારો રીઝવવા હવે ધર્મનો સહારો લઈ રહ્યા છે.... 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના એક દિવસ અગાઉ રાજ્યમાં  પોસ્ટર પોલિટિક્સ શરૂ થયું છે.. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે.. જે પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરવામાં આવી છે.. પોસ્ટરમાં અશાંતધારા, UCCના વિરોધમાં આમ આદમી પાર્ટીને મત આપવાની પોસ્ટર મારફતે અપીલ કરવામાં આવી છે.. 

એટલુ જ નહીં.. મુસ્લિમ ધર્મગુરૂઓ પણ આમ આદમી પાર્ટીના સમર્થનમાં ઉતર્યા છે.. મુસ્લિમોને હક અપાવવા આમ આદમી પાર્ટીને જીતાડવાની મુસ્લિમ ધર્મગુરૂઓ અપીલ કરી રહ્યા છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola