Surat Murder Case: સુરતમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપી બનેવીની કરી ધરપકડ
બુધવારે મોડી રાત્રે સુરતના ઉધનામાં બની ડબલ મર્ડરની ઘટના. સાળીએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા બનેવીએ સાળા અને સાળીની હત્યા કર્યાનો આરોપ.. પટેલ નગર વિસ્તારમાં સંદીપ ગોડ નામના આરોપીએ સાળા નિશ્ચય કશ્યપ અને સાળી મમતા કશ્યપને ચપ્પુના ઘા મારી હત્યા કરી. ઉત્તર પ્રદેશથી ભાઈ અને બહેન કપડાની ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા.. ત્યારે જ આરોપી બનેલી સંદીપ ગોડે સાળી મમતાને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.. મમતાએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા સંદીપે ચપ્પુથી હુમલો કરીને સાળા અને સાળીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો.. ઘટનાની જાણ થતા જેસીપી, ડીસીપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી.. હત્યાની ઘટનાની થોડી જ કલાકોમાં પોલીસે આરોપી સંદીપ ગોડને ઝડપી પાડ્યો.. પ્રાથમિક તપાસમાં આરોપી સંદીપ ગોડ અને મૃતક સાળી મમતા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો.. સંદીપ ગોડને ત્રણ સંતાન હોવા છતા તે સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હતો.. જો કે મમતાએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા આખરે સંદીપે સાળા અને સાળીની હત્યા કરી.





















