Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
સુરતના લિંબાયતમાં તરુણીને વેચી નાંખવાના આરોપમાં ફરજાણાની ધરપકડ. આરોપીએ તરુણીને હવસખોરોના હવાલે કરી હતી. પાંચ મહિના અગાઉ કેટરિંગનું કામ આવ્યું હોવાનું કહી સગીરાને લસકાણા લઈ જવાઈ હતી. જ્યાં શોએબ નામના શખ્સને 50,000માં તરુણીને વેંચી મારી હતી. શોએબે સગીરાને 3 દિવસ પોતાના ઘરે રાખી બળજબરીનો પ્રયાસ કર્યો હતો. શોએબે તરુણીને પાછી સોંપી દેતા દસ દિવસ બાદ ફજ્જોએ બીજો ગ્રાહક શોધ્યો. 2 લાખમાં સોલાપુરમાં તરુણીને હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ. જે શખ્સે 3 મહિના સુધી તરુણીનું યૌન શૌષણ કર્યુ. જે બાદ યુવકની બહેને જ તરુણીને મદદ કરી. પોતાના ફોનથી તરુણીને તેની માતા સાથે વાત કરાવી. માતા સાથે વાત કર્યા બાદ યુવકે તરુણીને તેના ઘરે પાછી મોકલી આપી. અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા તરુણીના સૌદાગર એવા ફજ્જોને પોલીસે પકડી લીધો. આ કેસમાં ફજ્જો સાથે સંકળાયેલા પતિ પત્ની નુરી શેખ અને વસીમ શેખને પોલીસે પહેલાથી જ ઝડપી પાડ્યા હતા.























