Surat BJP: બુધવારે સુરતના ભાજપ કાર્યાલય પર થયેલ મારામારીની ઘટનામાં નોંધાઈ પોલીસ ફરિયાદ.
બુધવારે સુરતના ભાજપ કાર્યાલય પર થયેલ મારામારીની ઘટનામાં નોંધાઈ પોલીસ ફરિયાદ.. સુરત ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલાએ પક્ષના કાર્યકર દિનેશ સાવલીયા વિરૂદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.. બુધવારે સાંજે ભાજપ કાર્યાલય પર દિનેશ સાવલીયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટ્ટાવાળા સાથે ચા-નાસ્તાને લઈને બોલાચાલી કર્યાનો આરોપ છે.. આ બોલાચાલી દરમિયાન ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલીયાને શાંતિ રાખવા માટે ટકોર કરી હતી.. પરંતુ એ વાત દિનેશ સાવલીયાને અપમાનજનક લાગતા હોબાળો થયો.. તુ કોણ મને કહેવાવાળો કહીને દિનેશ સાવલીયાએ જરીવાલા સાથે ધક્કામુક્કી કરી.. બાદમાં બંન્ને વચ્ચે જોરદાર મારામારી થઈ.. ભાજપ કાર્યાલયમાં બનેલી મારામારીની આ ઘટનાથી પક્ષની છબી ખરડાઈ છે.. ત્યારે ભાજપની શિસ્ત સમિતિએ પણ કડક વલણ અપનાવી બંન્નેને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો..