Surat liqour party: સુરતમાં દારુ પાર્ટી પર પોલીસના દરોડા, 17 નબીરાઓ દારુ પાર્ટી કરતા ઝડપાયા

Surat liqour party: સુરતમાં દારુ પાર્ટી પર પોલીસના દરોડા, 17 નબીરાઓ દારુ પાર્ટી કરતા ઝડપાયા

સુરતમાં દારૂની મહેફિલ માણતા 17 નબીરા ઝડપાયા. વેસુ પોલીસે તમામ નબીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા ચાર નશાની હાલતમાં. ક્રિકેટ રમ્યા બાદ દારૂ પાર્ટી કરી રહ્યા હતા યુવકો. 

સુરત શહેરમાં ચાલતી દારુ પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા. વેસુ વિસ્તારમાં નબીરાઓ ક્રિકેટ રમ્યા બાદ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેની બાતમી મળતા વેસુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દારુ પાર્ટી પર રેડ કરી. દારુ પાર્ટીમાંથી વેસુ પોલીસે 17 જેટલા નબીરાઓને પકડી પાડ્યા. દારૂ પાર્ટી કરી રહેલા ચાર નબીરાઓના નશાની હાલતમાં ઝડપાયા. વેસુ પોલીસે તમામ નબીરાઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસે કાર્યવાહી કરતા નબીરાઓ રૂમાલથી પોતાનું મોં છુપાવતા કેમેરામાં કેદ થયા..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola