Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ મચી ગયો.. સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મળ્યા. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી. પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચિંતાજનક વિગત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થિનીઓએ તેમના મોબાઈલમાં ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર કેવી રીતે આત્મહત્યા કરવી તે સર્ચ કર્યું હોવાનો ખુલાસો થયો છે...આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે.






















