Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
સુરતના ઉધના રોડ નંબર 6ના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યાથી ખળભળાટ મચી ગયો. મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રુર હત્યા થતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો.. મૃતકની માતાએ આરોપ લગાવ્યો કે પુત્ર જય દલાલ ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે સુધી ઘરે જ હતો..પરંતુ કોઈ મિત્રનો ફોન આવતા તે મોડો આવવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ રાત્રે સાડા બાર વાગ્યેની આસપાસ પુત્ર પર હુમલો થયો હોવાનો ફોન આવ્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિક ત્રણ હત્યારાઓએ પુત્ર જય દલાલની હત્યા કર્યાનો માતાએ આરોપ લગાવ્યો છે.






















