Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય વિવાદ વધુ વકર્યો. મતગણતરીના દિવસે કૉંગ્રેસ ઉમેદવાર પર થયેલ હુમલાની ઘટનાને લઈને શહેર કૉંગ્રેસે જોરદાર વિરોધ કર્યો. વનિતા વિશ્રામથી પોલીસ કમિશનર કચેરી સુધી કૉંગ્રેસે વિશાળ રેલી કાઢીને વિરોધ કર્યો. આ રેલીમાં કૉંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને રાજસ્થાન સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા. કૉંગ્રેસનો આરોપ છે કે મતગણતરીના દિવસે વોર્ડ નંબર 18માં ભાજપ ઉમેદવાર દિનેશ પુરોહિત અને તેમના સમર્થકોએ કૉંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર હુમલો કર્યો હતો. કૉંગ્રેસનો આરોપ છે કે પરિણામ જાહેર થતા જ ભાજપ ઉમેદવાર દિનેશ પુરોહિત અને તેમના સમર્થકોએ જીતના નશામાં ચૂર થઈને કૉંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવતના વાળ પકડીને હુમલો કર્યો હતો. ખુમાનસિંહને ન્યાય આપો, ગુંડાગીરી નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર સાથે કૉંગ્રેસે પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યુ. જે મામલે નિષ્પક્ષ પાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સત્તાના જોરે ગુંડાગીરી કરનાર ભાજપ ઉમેદવાર દિનેશ પુરોહિત સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી કૉંગ્રેસની માગ છે.





















