Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
ગાજવીજ સાથે સુરતમાં મેઘરાજા આફત બનીને તૂટી પડ્યા. અઠવા, અડાજણ, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા.. જો કે થોડા સમય માટે વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી.. પાંડેસરા, બમરોલી રોડ પાસે કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા રસ્તા પર ગોઠણડુબ પાણી ભરાયા.. આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવી મનપાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા.. તો ઉધના વિસ્તારમાં આવેલા ગુરૂદ્વારા પર તો રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. વાહનોના પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. આ તરફ ખટોદરા વિસ્તારના મુખ્ય માર્ગો અને પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘર કરી ગયા.. રેલવે સ્ટેશનના વેટિંગ એરિયાાં પણ ગોઠણડુબ પાણી ભરાતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રેલવે સ્ટેશન પરિસર આખુ વરસાદી પાણીમાં ગરકાવ થયું.. રેલવે સ્ટેશન અંદર આવવાના અને બહાર જવાના રસ્તાઓ પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. રેલવે સ્ટેશન ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ તરફ ઉધનાથી નવસારીને જોડતા મુખ્ય રસ્તા પર પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ડભોલી વિસ્તારની તો સૌથી દયનિય સ્થિતિ જોવા મળી.. ડભોલી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. તો ડિંડોલીની પ્રિયંકા સોસાયટીના મુખ્ય રોડ પર મોટો ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો.. ડ્રેનેજ લાઈનના ભંગાણ અને ધોધમાર વરસાદને પગલે ભુવો પડતા વાહનચાલકો માટે રસ્તો જોખમી બન્યો.. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ ભુવાની આસપાસ બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે..