શોધખોળ કરો

Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ

Surat News:  સુરતમાં નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ થયા બાદ તપાસ માટે મનપા કમિશ્નરે હાઈપાવર કમિટીની રચના કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે મનપા કમિશ્નરે કમિટીની રચના કરી હતી. ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે ડે.મ્યુનિ.કમિશ્નર, 1 એડી સિટી ઈજનેર, 2 કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે. કમિટી તપાસનો અહેવાલ પાલિકા કમિશ્નરને સોંપશે. બાદમાં રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 3 વિવાદિત અધિકારીઓને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એડી સિટી ઈજનેર મહેશ ચાવડા, કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા, આર.ડી.ગાંજા વાલા પણ અગાઉ વિવાદમાં આવી ચુક્યા છે.

મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે

હાઈપાવર કમિટી કયા કર્મચારીની શું ભૂમિકા છે અને ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. આ કમિટીમાં જૂનિયર ડેપ્યુટી કમિશનર અધ્યક્ષ અને સિનિયર ડેપ્યુટી કમિશ્નરને સભ્ય બનાવાયા છે. જો કે આ કમિટીમાં સામેલ 3 અધિકારીઓ અગાઉ ખુદ જ વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે સવાલ થાય છે કે આ અધિકારીઓ શું તપાસ કરશે. જી હા એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા કતારગામના ઝોનલ ચીફ હતા ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામોની ફાઈલ આપવા છતાં પગલા લીધા ન હતા. ગેરકાયદે હોસ્પિટલનું ડિમોલિશન ન કરવાના વિવાદ બાદ કમિશ્નરે રાંદેરમાં બદલી કરી હતી. તો આ તરફ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પણ જ્યારે વરાછા ઝોનમાં હતા ત્યારે કોંટ્રાક્ટર પાસે પૈસાની લેતી-દેતીનો પૂર્વ વિપક્ષના નગરસેવકો સાથે વાતચીત અંગેનો ઓડિયો વાયરલ થયો હતો અને એસીબી તપાસની માંગ ઉઠી હતી. સંકલનની બેઠકમાં પણ ધારાસભ્યએ ભ્રષ્ટાચારના આરોપો કર્યા બાદ તેમને સાયસન્સ સેંટરમાં ધકેલી દેવાયા હતા. તો કાર્યપાલક ઈજનેર આર.ડી.ગાંજાવાલા પણ સેંટ્રલ ઝોનમાં થોકબંધ ગેરકાયદે બાંધકામોને છાવરવાના વિવાદમાં આવતા તેમને એર્ફોડેબલ હાઉસિંગ વિભાગમાં ખસેડાયા હતા. પોતે જ વિવાદો અને સજા ભોગવી ચૂકેલા આવા અધિકારીઓ ગેરકાયદે બાંધકામની શું તટસ્થ તપાસ કરશે તે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ હાઈપાવર તપાસ સમિતિ ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની અધ્યક્ષતામાં કામ કરશે. આ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના ઉચ્ચ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી, કોના ઈશારે અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોતાનો સત્તાવાર અહેવાલ કમિશનરને સોંપશે. ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીર નગરની 100થી વધુ નાની-મોટી મિલકતોનું કોઈ પણ યોગ્ય કાનૂની પૂર્વ સૂચના વગર અચાનક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે અંગે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. 

સુરત વિડિઓઝ

Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

Embed widget