Mukesh Dalal: યલો ફિવરની રસીની અછતને લઈને સુરતના સાંસદે લખ્યો કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર

સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર..યલો ફીવરની રસીની ઘટ હોવાને લઇ કરી રજૂઆત. સુરતથી હજારો લોકો અલગ અલગ દેશોમાં જતા હોવાના કારણે યલો ફીવર રસી લેવી જરૂરી. યલો ફીવર રસીનો પૂરતો સ્ટોક આપવા સાંસદની માગ..


યલો ફિવરની રસીની અછતને લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે લખ્યો કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર. યલો ફિવરની રસીની અછત તાત્કાલિક દૂર કરવાની સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી.. પત્રમાં મુકેશ દલાલે લખ્યું કે વિદેશ જનામ લોકોએ ફરજિયાત યલો ફિવર રસી લગાવી હોવાનું સર્ટિફિકેટ લેવાનું હોય છે. યલો ફિવર રસી માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મુકવામાં આવે છે. જો કે સિવિલ હોસ્પિટલમાં રસીનો સ્ટોફ પૂર્ણ થતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે.. જેથી તાત્કાલિક રસીની અછતને દૂર કરવાની સાંસદ મુકેશ દલાલે માગ કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola