Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
સુરત નજીક મોડી રાત્રે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન નંબર-22961 પર પથ્થરમારો થયો હતો. સુરતના ઉતરાણ રેલવે સ્ટેશન પાસે ઘટના બની હતી. ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સવાર હતા. આનંદીબેન એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણ સુરક્ષિત છે. પથ્થરમારાની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. પથ્થરમારાની ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપ્યો હતો. પથ્થરમારાની ઘટનાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે અજાણ્યા વ્યક્તિએ અન્ય એક કોચ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગતા કોચના કાચમાં ક્રેક પડ્યો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોમાં પણ ચકચાર મચી ગઈ હતી.





















