CR Patil: સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ.. મનપા કમિશનર એમ.નાગરાજન સહિત વસ્તી ગણતરીની ટીમ આજે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચી.. જ્યાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે ઓનલાઈન માધ્યમથી પરિવારના સભ્યોની વિગતો નોંધાવી. વસતી ગણતરી અંગે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી કે વસતી ગણતરીથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર નીતિનિર્માણ, વિકાસ યોજના, સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે.. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રાજ્યના નાગરિકોને પણ સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અને ઘર બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવવાની અપીલ કરી..

















