Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
સુરત ક્રાઇમ બ્રાન્ચે મદારી ગેંગ ઝડપી. મદારી ગેંગના રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારીની ધરપકડ. આ બંને આરોપીઓએ અત્યાર સુધી 21 ગુન્હાઓને અંજામ આપ્યા હોવનો ખુલાસો થયો છે.
સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા. આ ગેંગ વાતોમાં ભોળવી દાગીના સેરવી લેતી. પોલીસે 8.71 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને લોકોનો વિશ્વાસ જીતી લેતા અને ક્ષણભરમાં લાખોના દાગીના લઈ રફુચક્કર થઈ જતા. પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આચરેલા કુલ 21 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે. તેમની પાસેથી રૂ. 8.71 લાખનો મુદ્દામાલ અને ‘Police’ લખેલી પ્લેટ જપ્ત કરાયો છે.























