Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ

Continues below advertisement

સુરતમાં પતિની નજર સામે જ પત્ની સળગી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. પત્નીને બચાવવાના બદલે આરોપી પતિ વીડિયો બનાવતો રહ્યો હતો. ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતી પ્રતિમાના તેના પતિ રંજિત સાથે અવારનવાર ઝઘડા થતા હતા. મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા આરોપી પતિએ પત્ની અને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. 

પતિ મારપીટ કરતો હોવાથી પત્નીએ અગ્નિસ્નાન કર્યું હતું. નવી સિવિલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું. આત્મહત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પતિએ પ્રયાસો કર્યા હતા. પત્નીને બચાવવાના બદલે પતિ વીડિયો બનાવતો રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મૃતકના ભાઈએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા પતિએ આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પત્નીએ શરીરે ડીઝલ છાંટી પોતાને આગ લગાવી હતી. દરમિયાન આરોપી રંજિત પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતારતો રહ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola