Vadodara News : કરજણના તળાવમાં ડૂબ્યો 35 વર્ષીય યુવક, શોધખોળ ચાલું

Vadodara News : કરજણના તળાવમાં ડૂબ્યો 35 વર્ષીય યુવક, શોધખોળ ચાલું 

વડોદરાના કરજણના ચોરંદાના તળાવમાં યુવક ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તળાવમાં 35 વર્ષીય મુકેશ નામનો યુવક ડુબી ગયો છે. ફાયર વિભાગે યુવકની શોધખોળ ચાલું કરી છે. માછીમારી કરતા સમયે યુવક ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે, હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે મુકેશ નામનો યુવક ચોરંદાના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. આ સમયે કોઈ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો. આ અંગે જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યો હતો અને યુવકની શોધખોળ ચાલું કરવામાં આવી છે. જોકે, હજુુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola