Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Continues below advertisement
વડોદરાના કિશનવાડીમાં અકસ્માતની ઘટના. ડોર ટુ ડોર કચરો ઉઠાવતા વાહને કિશનવાડી વિસ્તારમાં ત્રણ રાહદારીઓને લીધા અડફેટે. સીસીટીવીમાં કેદ આ દ્રશ્યો જુઓ. રાહદારીઓથી ધમધમતા રસ્તા પર દોડતી ડોર ટુ ડોર કચરાની ગાડીએ ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટના બાદ હાજર લોકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો.. સ્થાનિકોએ તપાસ કરતા ડોર ટુ ડોર કચરાની ગાડીમાંથી દેશી દારૂની ખાલી અને ભરેલી પોટલીઓ પણ મળી. નશાની હાલતમાં ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. અકસ્માતની ઘટના બાદ મનપાના સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક અસરથી ડ્રાઈવરને ફરજ મોકૂફ કર્યો છે. સાથે જ ડોર ટુ ડોર કચરા ઉઠાવનાર કંપનીના કોન્ટ્રાક્ટને પણ નોટિસ ફટકારી છે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement