Vadodara Accident News: વડોદરામાં બાઈક ચાલકનો ભોગ લેનાર થાર ચાલક મહિલા ઋષિકા સદનાની ધરપકડ
વડોદરામાં રફ્તારનો કહેર. અટલાદરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતીએ બેફામ રીતે થાર કાર ચલાવી મોપેડને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત.. શુક્રવારે મોડી રાત્રે ઋષિકા સદનાની નામની યુવતી અન્ય બે યુવતી સાથે થાર કાર લઈને લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહી હતી. ત્યારે જ અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર મોપેડ ચાલક અભિષેક મોરે નામના યુવકને થાર કારે જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ.. ભયંકર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. અભિષેક મોરેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો. તો મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે થાર ચાલક યુવતી ઋષિકા સદનાનીની ધરપકડ કરી છે. અકસ્માત સમયે યુવતી નશામાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ. મૃતકના પરિવારજનોએ પણ આરોપી યુવતીને કડક સજા કરવાની માગ કરી.























