Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો અડ્ડો. હોસ્પિટલના વોર્ડ, સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર, મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને મેડિકલ કોલેજ બહાર રખડતા શ્વાન અડિંગો જમાવીને આરામ ફરમાવતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા. રખડતા શ્વાન દર્દીઓના ભોજનને લઈને ભાગી જાય છે. તો ક્યારેક તો દર્દીના બેડ પર પણ શ્વાન ઉંઘતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. રખડતા શ્વાનના અડિંગાથી દર્દીઓ, દર્દીના પરિવારજનો અને મેડિકલ સ્ટાફમાં પણ ડરનો માહોલ છે. કેટલાક કિસ્સામાં તો સ્થાનિકોએ માર મારતા કેટલાક શ્વાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈને જીવદયા પ્રેમીઓએ આવા શ્વાનનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જીવદયાપ્રેમીઓની માગ છે કે મહાનગરપાલિકાએ યોગ્ય સેલ્ટર હોમ ઉભા કરીને રખડતા શ્વાનને સુરક્ષિત કરવા જોઈએ..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola