Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર

Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર

પંચમહાલ શહેરા તાલુકાના તાડવા ગામેમાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી તાલિબાની સજા નો વાયરલ વિડિઓ સામે આવ્યા બાદ ગણતરીના જ  કલાકોમાં શહેરા પોલીસે 10 લોકોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 

શહેરા તાલુકાના મીઠાપુર ગામના બે મિત્રોને તાડવા ગામના તેમનાજ સમાજની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય બંને યુવકો યુવતીઓને લઈ ખેડા જિલ્લાના મહેમદાવાદ મજૂરી કામ સાઇડ ખાતે લઈ ચાલ્યા ગયા હતા જે વાત ની જાણ યુવતીના પરિજનો થતા દશ જેટલા ઈસમો ઈકો કાર માં સવાર થઇ મહેમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને બંને યુવકો અને યુવતીઓને બળજબરી પૂર્વક ઉઠાવી લાવી શહેરા તાલુકાના તાડવા ગામે લાવ્યા હતા ત્યાર બાદ બંને યુવકો ને દોરડા વડે ઝાડ સાથે બાંધી ડંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો ભોગ બનનાર  રયજી પુના ભાઈ નાયક અને તેના મિત્ર પિન્ટુ ભલા ભાઇ નાયક ને ઝાડ સાથે બાંધી સત્તત એક કલાક સુધી માર મારવામાં આવ્યો હતો સાથે ઘટના સ્થળે હાજર યુવતીઓ ને ડંડા વડે માર મારવામાં આવ્યો હતો  જોકે  ઘટના સ્થળે હાજર લોકો એ આ બંને યુવકો ને છોડાવ્યા હતા. 

આ તરફ યુવકો ને માર મારવાનો વિડિઓ વાયરલ થયો હતો જે વાયરલ વિડિઓ ના આધારે શહેરા પોલીસ દ્વારા ગણતરીના કલાકો માં યુવક યુવતીઓને   મારનાર મુખ્ય ત્રણ ઇસમો સહિત કુલ 10 લોકોને હસ્તગત કરવામાં આવ્યા અને તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

યુવતીના સંબધી અર્જુન નાયક , ઈશ્વર છગન નાયક, અને મહેશ નાયક ભેગાં મળી ભોગ બનનાર યુવક યુવતીઓને મહેમદાવાદ ખાતે મજૂરી કામ સાઇડ થી બળજબરી પૂર્વક ઉઠાવી લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ. શહેરા પોલીસે ગુના ના કામે ઉપયોગમાં લેવામાં આવેલા ઈકો કાર સહિત 10 ઈસમોને હસ્તગત કરી કાયદો હાથમાં લેનાર તમામ ને કાયદાના પાઠ ભણાવ્યા છે .

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola