PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
વડોદરામાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો. ચારેકોર મોદી મોદીના લાગ્યા નારા. દોઢ કિમીના રોડ શોમાં પ્રચંડ અભિવાદન. બંગાળની ચૂંટણીમાં જીત બાદ જોરદાર સ્વાગત. રોડ શોના રૂટ પર બંને બાજુ ઉમટ્યું માનવ મહેરામણ. વડોદરામાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો. પ્રધાનમંત્રીના સ્વાગતમાં ઉમટ્યું માનવ મહેરામણ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ લોકોમાં ઉભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ જ અછત નથી. ભારત પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો LPGનો અકબંધ સ્ટોક છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને વૈશ્વિક તણાવ છતાં ભારત આર્થિક રીતે સુરક્ષિત છે અને દેશનું વિદેશી હૂંડિયામણ પણ $703 બિલિયનના મજબૂત સ્તરે પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 10 મે, 2026ના રોજ પીએમ મોદીએ નાગરિકોને ઈંધણ બચાવવા માટે વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધવાથી દેશના વિદેશી હૂંડિયામણ પર મોટો બોજ પડે છે. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે 11 મેના રોજ, સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું કે ભલે આપણે ઈંધણનો કરકસરભર્યો ઉપયોગ કરીએ, પણ દેશમાં તેલ કે ગેસની કમી નથી. પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર ઘટાડવા માટે સરકારે પૂરતા પગલાં લીધા છે.





















