Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ

Continues below advertisement

Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ


પાદરામાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.  ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે ઉભેલા વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.  પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં ઘટના બની હતી.  પોલીસે ગણતરીના મિનિટોમાં જ ટ્રક ચાલકને ઝડપી જેલ હવાલે કર્યો હતો.  વડોદરાના સેવાસી ગોત્રી રોડ ના રહેવાસી કૌશિક ભુસાળ નું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત.

વડોદરામાં અન્ય એક અકસ્માતમાં સાવલી ઉદલપુર રોડ ઉપર સાવલી વિશ્રામ ગૃહ પાસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ફરી એકવાર ટૂંકા સમયમાં ડમ્પરે લીધો નિર્દોષનો ભોગ. રસૂલપુરનાં કાલિદાસ નાનજીભાઈ ટ્રકની અડફેટે ઘટના સ્થળે કરુણ મોત. વહેલી સવારે  પોતાની બાઇક લઇ નોકરી જતી વેળાએ નડ્યો અકસ્માત. કાલિદાસ ભાઈ ઉમર વર્ષ 46 નાં મૃતદેહ ને પી.એમ અર્થે સાવલી જન્મોત્રી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram