Vadodara Cattle Issue : વાઘોડિયામાં રખડતા ઢોરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

Vadodara Cattle Issue : વાઘોડિયામાં રખડતા ઢોરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત 


વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ. રખડતા ઢોરની અડફેટે બાઈક ચાલકનું થયું મોત. સોમેશ્વર પૂરા રોડ પર એકલવ્ય સ્કૂલ સામેની ઘટના. સારવાર દરમિયાન ચિપેડ ગામના ગોપાલ સોલંકીનું મોત. 

મળતી વિગતો પ્રમાણે, વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. રખડતા પશુને કારણે બાઈક ચાલાક યુવકનું મોત થયું છે. સોમેશ્વર પૂરા રોડ ઉપર એકલવ્ય સ્કૂલ સામે બની ઘટના. ગાયની અડફેટે ગંભીર રીતે ઘવાયેલ યુવકનું મોત થયું છે. ટુંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. ચિપેડ ગામનાં ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકીનું મોત થયું છે. રખડતા પશુઓ ઉપર અંકુશ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola