(Source: ECI | ABP NEWS)
Canada Mass Visa Cancellation: ભારતીયોની હકાલપટ્ટીના માર્ગે કેનેડા, કામ ચલાઉ વિઝા રદ કરવા સંસદમાં બિલ રજૂ કરાયું બિલ
અમેરિકા બાદ કેનેડામાં ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. કામચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું હતું. કેનેડા ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી કરશે. ભારત-બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવવા બિલ લવાયાનો દાવો કરાઈ રહ્યો છે. કેનેડામાં 300થી વધુ જૂથોએ આ બિલનો વિરોધ કર્યો હતો.
અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડામાં ભારતીયો માટે મુશ્કેલી વધી શકે છે. ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામ ચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું હતું. કાર્ની સરકારે સંસદમાં એક અનામત બિલ મારફત કામચલાઉ વિઝા રદ કરીને હજારો ભારતીયોની ગમે ત્યારે સામૂહિક હકાલપટ્ટી કરવા માટેની શક્તિ માંગી છે. એટલું જ નહીં આ બિલ મારફતે ભારતીયોને કાઢી મૂકવા માટે અમેરિકન એજન્સીઓની મદદ મેળવવાની પણ દરખાસ્ત કરાઈ છે. સૂચિત કાયદા હેઠળ કેનેડા સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી થતી બનાવટી અરજીઓને ઓળખીને તેને રદ કરવા માટે અમેરિકન સંસ્થા સાથે ભાગીદારી કરી શકે છે.





















