Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Trump War Alert: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા 39 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક ધમકી આપીને આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો ઈરાન આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં નવી ડીલ સ્વીકારીને હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નહીં ખોલે, તો આજે રાત્રે જ ઈરાન પર એવો વિનાશક હુમલો થશે કે એક આખી સભ્યતાનો કાયમ માટે અંત આવી જશે. જોકે, અમેરિકાની આ મહાવિનાશની ધમકી સામે ઈરાન પણ નમવા કે ઝૂકવા તૈયાર નથી અને તેમણે છેલ્લે સુધી આરપારની લડાઈ લડી લેવાનો હુંકાર કર્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટેની આપેલી ડેડલાઈન પૂરી થવા આવી છે, ત્યારે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ધ્રુજાવી દે તેવી જાહેરાત કરી છે. ટ્રમ્પે લખ્યું છે કે, "આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું આવું થાય તેવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ હવે આવું જ થશે. જોકે, હજુ પણ સ્માર્ટ રીતે વિચારીને કંઈક ક્રાંતિકારી અને અદ્ભુત થઈ શકે છે. બાકી આજે રાત્રે દુનિયા લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોની સાક્ષી બનશે. 47 વર્ષના ભ્રષ્ટાચાર, ગેરવસૂલી અને મોતના ખેલનો આખરે આજે અંત આવશે. ભગવાન ઈરાનના મહાન લોકોનું રક્ષણ કરે!"

















