Middle East crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર

મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર આવ્યા. લેબેનોન અને ઈઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી.યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી.. અમેરિકન પ્રમુખે યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું, 'હમણાં જ મારી લેબેનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની સાથે ખુબ જ સારી વાતચીત થઈ. બંને નેતાઓએ પોતાના દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસના યુદ્ધવિરામ પર સહમતી દર્શાવી..યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામનારા લેબેનોન નાગરિકોની સંખ્યા 2196 થઈ ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એક મોટી જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ થયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ છે. બંને નેતાઓ શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસનો યુદ્ધવિરામ કરવા સંમત થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola