Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. આ યુદ્ધ એક મોટું સ્વરૂપ લઈ રહ્યું છે, ધીમે-ધીમે આમાં અત્યાર સુધીમાં 10 દેશો સામેલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન, કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે બ્રન્ટ ક્રૂડ ઓઈલ 10 ટકા ઉછળીને લગભગ 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે જો તેલની કિંમતો વધુ વધશે તો તે 100 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.
કાચા તેલના ભાવમાં તીવ્ર ઉછાળો અને યુદ્ધની સ્થિતિ સર્જાવાને કારણે શેરબજારના રોકાણકારો પણ ડરેલા છે. ભારતીય શેરબજારમાં પણ આજે ભારે ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓઈલ ટ્રેડર્સનું કહેવું છે કે જો સ્થિતિ વધુ બગડશે તો કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
તેલની કિંમતોમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) છે, જે તેના ભાવમાં તીવ્ર વધારો કરી શકે છે. કારણ કે આ એક એવું ચોકપોઈન્ટ છે, જ્યાંથી દુનિયાનો લગભગ 40 ટકા કાચો તેલ સપ્લાય થાય છે અને તે ઈરાનના નિયંત્રણમાં છે. આ રસ્તો બંધ થવાથી તેલનો પુરવઠો અટકી શકે છે, જેના ડરથી તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.























