US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Iran rejects peace proposal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા 15 મુદ્દાના શાંતિ અને યુદ્ધવિરામ પ્રસ્તાવને સીધો જ નકારી કાઢ્યો છે. એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈના દબાણ કે ધમકી હેઠળ વાટાઘાટો કરશે નહીં. ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ શાંતિ મંત્રણા માત્ર અને માત્ર તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
એસોસિએટેડ પ્રેસ (AP) ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને યુદ્ધનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરીને ઈરાન અને અમેરિકા બંનેને મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં મુખ્યત્વે 45 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર) અને વેપાર માટે મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ઈરાને પોતાની સ્થિતિ અને શરતો મધ્યસ્થીને પહેલેથી જ જણાવી દીધી છે.