US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
ઈરાનમાં ઈઝરાયલ અને અમેરિકાએ હુમલાઓ તેજ કર્યા હતા. ઈરાનમાં હુમલામાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના મોત થયા છે. 165 સ્કૂલના બાળકો સહિત 1405 લોકોના મોત થયા છે. ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયલે ઓપરેશન શરૂ કર્યું હતું. દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલના સૈનિકો ઘૂસ્યા હતા. લેબનાનમાં ઈઝરાયલ સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું હતું. ઈઝરાયલી સેનાએ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. ઈરાન સાથે યુદ્ધ વચ્ચે વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કરી મોટો દાવો કર્યો છે. વ્હાઉટ હાઉસે કહ્યું કે ટ્રમ્પે ઈરાનમાં આતંકવાદી શાસનને કુચડ્યું. ઈરાનની એયર સ્પેસ પર જલદી કબજો કરીશું. ઈરાનના ન્યૂક્લિયર ઈરાદાના ખતમ કરી રહ્યા છીએ. ઓપરેશનનો ઉદ્દેશ્ય બેલેસ્ટિક મિસાઈલો નષ્ટ કરવાનો છે.






















