US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Iran-US-Israel War: અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથનું મોટું નિવેદન. આવનારા દિવસો નિર્ણાયક હશે. સેનાના રૂપમાં ઈરાન તબાહ. ઈરાન સમજદાર છે તો ડિલ કરશે. ઈરાન ડિલ નહીં કરે તો ઘાતક હુમલા થશે. ટ્ર્ંપ ફક્ત દેખાડો નથી કરતા. ટ્રંપ પોતાની વાતથી પાછળ નહીં હટે. ટ્રંપ શરતો સાથે સમજૂતીલ કરવા માટે તૈયાર.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આકરું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ટેકો ન આપનારા દેશોને પોતાની લડાઈ લડવા વિનંતી કરી છે અને કહ્યું છે કે અમેરિકા તેમને સાથ આપશે નહીં. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ મેળવવા માટે તેમણે પોતાની લડાઈ લડવી પડશે. તેમણે એમ પણ જાહેર કર્યું કે ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર એક પોસ્ટમાં યુનાઇટેડ કિંગડમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વારંવાર મદદની વિનંતીઓ છતાં યુનાઇટેડ કિંગડમે યુદ્ધમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે ખુલ્લેઆમ નાટો દેશોને અમેરિકાની મદદ માટે આવવા વિનંતી કરી હતી, પરંતુ ટ્રમ્પને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. હવે, ઈરાન યુદ્ધમાં ઊંડાણપૂર્વક ફસાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ ટ્રુથ પર એક આકરું નિવેદન આપી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, " એ તમામ દેશ જેમને હોર્મુઝ સ્ટ્રેટને કારણે જેટ ઇંધણ મેળવી શકતા નથી, જેમ કે યુનાઇટેડ કિંગડમ, જેણે ઈરાનને ખતમ કરવાના અભિયાનમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, તે બધા દેશો માટે મારી પાસે એક સૂચન છે: નંબર 1, યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી તેલ ખરીદો. કારણ કે અમારી પાસે તેની કોઈ અછત નથી. અને નંબર 2 થોડી હિંમત એકઠી કરો હોર્મુઝ સ્ટ્રેટ પર જાઓ અને ત્યાંથી લઈ લો. હવે તમારે પોતાનું રક્ષણ કરવાનું શીખવું પડશે. અમેરિકા હવે તમને મદદ કરવા માટે ત્યાં રહેશે નહીં, જેમ તમે અમારા માટે ત્યાં નહોતા. મૂળભૂત રીતે, ઈરાન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. મુશ્કેલ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે જાઓ અને પોતાનું તેલ મેળવો!"