ધોરાજીમાં મહિલાને વાળ ખેંચી મારનાર યુવકને પોલીસે કેવી કરી સજા? જુઓ વીડિયો

Continues below advertisement
ધોરાજીઃ તાજેતરમાં એક મહિલાને જાહેરમાં યુવક માર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. કેટલાક લોકો મહિલાને છોડવા ની કોશિશ કરે છે, પરંતુ હુમલાખોર એક મોટો પત્થર ઉપાડી મહિલાને મારવાની કોશિશ કરે છે પરંતુ લોકો મહિલાને બચાવવામાં સફળ થાય છે. આ વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજીનો છે. આ અંગે ધોરાજી પોલીસે ફરિયાદ દાખલ કર્યા પછી આરોપી અજીમ બકાલીને ધોરાજી પોલીસે જાહેરમાં ઉઠબેઠક કરાવી માફી મંગાવી હતી.

વીડિયોમાં જે મહિલા દેખાય છે, તેનું નામ શાયનાબેન સાજીદ મેમણ અને હુમલાખોર શખ્સ નું નામ છે અજીમ બકાલી. બંને ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં રહે છે. નશો કરવાની ટેવવાળો અજીમ બકાલીએ રવિવારે પાડોશીમાં રહેતી શાયનાબેન પાસેથી દારૂ પીવા માટે 2000 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ શાયનાબેને ઇન્કાર કરતા અજીમ બકાલીએ ગુસ્સો કરી સાયનાબેનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી લેતા સાયનાબેને પ્રતિકાર કરી બુમ પડતા આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતા. નશામાં ચકનાચૂર બનેલા અજીમ બકાલીએ શાયનાબેન ઉપર હુમલો કરી પહેલાં વાળ પકડી આડેધડ માર મારવા લાગ્યો હતો, પરંતુ સદનસીબે લોકો એ બચાવી લીધા હતા. આ આખી ઘટના એક યુવકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. એક મહિલાને ગુંડા દ્વારા જાહેરમાં માર મારવાની આટલી મોટી ઘટના પછી ધોરાજી પોલીસે મવાલી અજીમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. નશાખોર અજીમ દ્વારા થયેલ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શાયના બેનને ધોરાજીના દવાખાને દાખલ કરાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram