ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત

Continues below advertisement

T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એક માત્ર ટીમ બની હતી. ટી-20 વિશ્વકપમાં ભવ્ય જીત બદલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા. સાથે ICC ચેરમેન અને દિકરા જય શાહને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા. અમિત શાહે આખી મેચ પરિવાર સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળી હતી. અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ એક સાથે બેસીને નિહાળી હતી. આખી મેચ દરમિયાન અમિત શાહ ટીમનો જુસ્સો વધારતા જોવા મળ્યા હતા. એક સામાન્ય ક્રિકેટરસિકની જેમ તેમણે પણ ટીમ ઈન્ડિયાના સારા પ્રદર્શનને તાળીઓથી વધાવ્યું અન્ય ચાહકોની માફક ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલર્સના પ્રદર્શનને બિરદાવતા અમિત શાહનો પણ ચોગ્ગા-છગ્ગા કે વિરોધી ટીમની વિકેટ વખતે તાળી પાડીને જબરજસ્ત ઉત્સાહ દેખાયો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola