વસીમ અકરમ જેવી બોલિંગ એક્શન છે આ બાળકની, બોલને સ્વિંગ પણ કરાવે છે, જુઓ VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2018 11:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાકિસ્તાનના મહામ ફાસ્ટ બોલર વસીમ અકરમ પોતાની ગતિ અને સ્વિંગને કારણે વિશ્વભરમાં જાણીતા છે. આ ખૂબીને કારણે અકરમને વિશ્વ ક્રિકેટ જગતમાં ખૂબ સન્માન મળ્યું છે. તેને સ્વિંગના સુલ્તાન કહેવામાં આવતા હતા. અકરમે હાલમાં જ ટ્વિટર પર એક બોલરની બોલિંગ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક બાળક વસીમ અકરમ જેવી એક્શન સાથે ડાબા હાથે બોલિંગ કરી રહ્યો છે. એટલું જ નહિં તે વસીમ અકરમની જેમ સ્વિંગ પણ કરે છે.
પોતાના ટ્વીટમાં અકરમે લખ્યું, આ બાળક છે ક્યાં. અમારો દેશ પ્રતિભાઓથી ભરેલો છે પરંતુ આ પ્રતિભાઓને શોધવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. આપણે આ વિશે વિચારવું જોઈએ. #TheFutureOfCricketIsWithOurYouth.
પોતાના ટ્વીટમાં અકરમે લખ્યું, આ બાળક છે ક્યાં. અમારો દેશ પ્રતિભાઓથી ભરેલો છે પરંતુ આ પ્રતિભાઓને શોધવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. આપણે આ વિશે વિચારવું જોઈએ. #TheFutureOfCricketIsWithOurYouth.