16 વર્ષની આ છોકરી ઈન્ટરનેટ પર મચાવે છે ધમાલ, જાણો શું છે સમગ્ર ઘટના?
2015માં ચાઉને બેસ્ટ ન્યૂ ફીમેલ આર્ટીસ્ટના એમનેટ એશિયન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ચાઉને રાજકારણની સમજ નહોતી ત્યારે તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી ત્યારે તે ચીની મીડિયાની સામે તાઈવાનનો ઝંડો લહેરાવ્યો હતો. ત્યાર બાદ તેણે માફી પણ માંગી હતી.
ત્યાર બાદ તે છોકરીઓ માટે બેંક ‘ટ્વાઈસ’ની સદસ્ય બની ગઈ અને પોતાના પર્ફોર્મન્સથી તેણે સમા બાંધી લીધી હતી.
ચાઉએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજે હું જ્યાં પણ છું તેના માટે મારે બહુ જ મહેનત કરીને પસાર થવું પડ્યું હતું.
સોશિયલ મીડિયામાં જબરદસ્ત ધૂમ મચાવી રહેલ ચાઉ એક સિંગર પણ છે અને તેના વીડિયો વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે. ચાઉ સોશિયલ મીડિયામાં ‘કે-પોપ ગર્લ’ના નામે પ્રખ્યાત છે.
નવી દિલ્હી: 16 વર્ષિય સ્કૂલની છોકરી હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ છોકરી દક્ષિણ કોરિયાના તાઈવાનની રહેવાસી છે અને તેનું નામ ચાઉ જૂ યૂ છે. આ સ્કૂલ ગર્લની ખુબસુરતી અને સુરીલા અવાજે લાખો લોકોને પોતાના ચાહકો બનાવી દીધા છે.