પ્રિયા પ્રકાશ વારિયારે ફરી પોતાની આંખોથી કોને કર્યો ઈશારો, જુઓ આંખ મટકાવતી તસવીરો
પ્રિયા પ્રકાશનો જન્મ કેરળનાં ત્રિશૂરમાં થયો હતો. તે ત્રિશૂરની વિમલા કૉલેજમાં બીકોમનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
તેના ફેમસ થવાને કારણે પ્રિયા પ્રકાશનાં ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ 54 લાખ કરતા પણ વધારે થઇ ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે પ્રિયા પ્રકાશ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
‘ઓરૂ અદાર લવ’ તેની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીત ‘મનિક્ય મલારાયા પૂવી’નાં વિડીયોમાં તેની આંખોનાં ઈશારાએ તેની પોપ્યુલર બનાવી દીધી હતી.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જો કે વિડીયો ‘ઓરૂ અદાર લવ’ ફિલ્મનાં પ્રમોશન દરમિયાનનો લાગી રહ્યો છે.
પ્રિયા પ્રકાશ આજે દેશભરમાં જાણીતી બની ગઈ છે. તેનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પોતાના કો-સ્ટાર સાથે મોબાઈલ પર આંખોનો ઈશારો કરતી જોવા મળી રહી છે.
મુંબઈ: પ્રિયા પ્રકાશ વારિયર ઈન્ટરનેટ સનસનીનો પર્યાય બની ગઈ છે. તેનો દરેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલયાલમ ફિલ્મની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એક 26 સેકન્ડનાં વીડિયોથી લોકપ્રિય થઈ હતી.