રશ્મિ દેસાઈ સિરિયલ 'ઉતરન'માં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી. રશ્મિ તેના કો-સ્ટાર નંદિશ સંધુના પ્રેમમાં પડી ગઈ હતી. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને બે વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.

શ્વેતા તિવારીએ ટીવીની લોકપ્રિય સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવી હતી. આજે શ્વેતા તેના બે બાળકો સાથે અલગ રહે છે.

વાહબિઝ દોરાબજીએ સિરિયલ 'પ્યાર કી યે એક કહાની'માં પક્ષીની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેને વિવિયન ડીસેના સાથે પ્રેમ થઈ ગયો. બંનેના લગ્ન થઈ ગયા. ત્રણ વર્ષ પછી બંને અલગ થઈ ગયા

વીરા'માં સ્નેહા વાઘે વીરાની માતાની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ દરમિયાન તેને અવિષ્કાર દર્વેકરર સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્ન લાંબો સમય ન ચાલ્યા અને બંને અલગ થઈ ગયા.

દલજીતે શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમને એક પુત્ર પણ છે.

જેનિફર વિંગેટને તેની સૌથી લોકપ્રિય સીરિયલ 'બેહદ'થી નવી ઓળખ મળી છે. જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવરે લગ્ન કર્યા પરંતુ બાદમાં અલગ થઇ ગયા હતા.