ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ધંધુકામાં માલધારી યુવકની હત્યા કેસમાં દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અમદાવાદનો મૌલાના મહંમદ ઐયુબની પણ ધરપકડ કરી હતી. હત્યામાં સામેલ આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણની પણ પોલીસે ધરપકડ કરી હતી. મૌલાનાને હથિયાર આપનાર અજીમ સમાની મોરબીના મિતાણા ગામમાંથી ધરપકડ કરી હતી.