ફેમસ ડાન્સર નોરા ફતેહીએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ફરી એકવાર તેના ગ્લેમરસ અવતારમાં ધૂમ મચાવી રહી છે.
બોલિવૂડની સુપર હોટ અને ટેલેન્ટેડ ડાન્સર નોરા ફતેહી અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.
આ તસવીરો નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે રેડ કલરનો ચમકદાર ડીપનેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.
નોરાના આ લુકે ફરી એકવાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. એક્ટ્રેસના લુકથી દરેક લોકો મંત્રમુગ્ધ હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે તેના દેખાવને પૂર્ણ કરવા માટે નોરાએ ગ્લેમરસ મેકઅપ સાથે તેના વાળ અડધી પોનીમાં બાંધ્યા છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ કેરી કરી છે.