અજય દેવગણ અને કાજોલની પ્રિય પુત્રી ન્યાસા ચર્ચામાં રહે છે. ન્યાસા તેની મારકણી અદાઓ અને કપડાને લઈને આકર્ષણનું કેન્દ્ર બને છે. ન્યાસા તાજેતરમાં તેના મિત્ર ઓરહાન અવત્રામા સાથે એક કાર્યક્રમમાં પહોંચી હતી. જેની તસવીરો ઓરહાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં ન્યાસા ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. ન્યાસા મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. ન્યાસા ઓફ-શોલ્ડર ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી હતી. સાથે સફેદ બેગ પણ લીધી હતી અને ઓરહાન મલ્ટીકલર્ડ આઉટફિટમાં જોવા મળ્યો હતો. ઓરહાને શેર કરેલી આ તસવીરોમાં ન્યાસા તેના મિત્રો સાથે કેમેરા માટે પોઝ આપી રહી છે.