સાઉથની એક્ટ્રેસ અમલા પોલ બોલિવૂડમાં ડેબ્યૂ માટે તૈયાર છે તે અજય દેવગણની ફિલ્મ 'ભોલા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અમલા પોલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે અમલા પોલ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા આવી રહી છે. અમલાએ અજય દેવગણ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારથી તે સતત ચર્ચામાં છે. તે પહેલીવાર હિન્દી સિનેમામાં ફિલ્મ 'ભોલા' સાથે કામ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અમલા 'ભોલા'માં સ્પેશિયલ અપિયરન્સ કરતી જોવા મળી શકે છે. અજય દેવગણની ફિલ્મ ભોલા તમિલ સુપરહિટ 'કૈથી'ની રિમેક છે. તેણે નાગા ચૈતન્ય,રામ ચરણ,અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે All Photo Credit: Instagram