કેટરીના કૈફ પણ પતિ વિકી કૌશલ સાથે મુંબઈ જવા રવાના થઈ હતી. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ તેના બાળકો સાથે મુંબઈ જતી જોવા મળી હતી. શ્રેયા ઘોષાલ પણ જામનગરથી મુંબઇ જતા જોવા મળ્યા હતા સિંગર શાન પણ જામનગરથી મુંબઈ જતો જોવા મળ્યો હતો. ઉદિત નારાયણ પણ આજે સવારે પત્ની સાથે મુંબઈ જવા રવાના થયા હતા. સૈફ અલી ખાન પણ તેની પત્ની કરીના અને બાળકો સાથે મુંબઇ જવા રવાના થયો હતો રણબીર કપૂર પણ તેની પત્ની આલિયા ભટ્ટ દીકરી રાહા સાથે જામનગરથી મુંબઈ જતા જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર ઓરી પણ જામનગરથી રવાના થયો હતો. વરુણ ધવન પણ પત્ની નતાશા સાથે જામનગરથી રવાના થયો હતો પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ આમિર ખાન પણ મુંબઈ પરત ફર્યો હતો.