બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે. દરમિયાન તે વ્હાઇટ આઉટફિટમાં પરી જેવી દેખાતી હતી. કિયારાએ કાન્સમાં રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન વુમન ઇન સિનેમા ગાલા ડિનરમાં હાજરી આપી હતી. કિયારા વ્હાઇટ ગાઉનમાં સુંદર લાગી રહી હતી. આ ગાઉન ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું છે. કિયારાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યો છે તે કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે વીડિયોમાં જોઇ શકાય છે કે કિયારા સ્ટાઇલિશ અંદાજમાં કારમાંથી બહાર નીકળે છે આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે All Photo Credit: Instagram