આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. પાન કાર્ડ વિના કોઈપણ નાણાકીય ટ્રાન્જેક્શન કરવા મુશ્કેલ છે.

ઘણી યોજનાઓમાં પાન કાર્ડની જરૂર પડે છે. તમે ઘરેથી પાન કાર્ડ બનાવી શકો છો

Published by: gujarati.abplive.com

ઓળખના પુરાવા માટે તમારે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ વગેરેની જરૂર પડશે.

Published by: gujarati.abplive.com

સરનામાના પુરાવા માટે તમે વીજળી અથવા પાણીનું બિલ સબમિટ કરી શકો છો. જન્મના પુરાવા માટે તમે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

પ્રથમ ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો. હોમપેજ પર તમને ક્વિક લિંક્સ વિભાગમાં ઇન્સ્ટન્ટ ઇ-પાન વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

હવે તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો. તમને વિવિધ વિગતો પૂછવામાં આવશે. તેની પુષ્ટી કરો

Published by: gujarati.abplive.com

હવે શરતો સ્વીકારો અને OTP વેરિફિકેશન પેજ પર આગળ વધો.હવે તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. તેને દાખલ કરો.

Published by: gujarati.abplive.com

અંતે સબમિટ કર્યા પછી તમને એક નંબર દેખાશે. તમને એક મેસેજ પણ પ્રાપ્ત થશે જેમાં પુષ્ટી કરવામાં આવશે કે તમારું PAN કાર્ડ જનરેટ થઈ ગયું છે.

Published by: gujarati.abplive.com

જો તમે નવા PAN કાર્ડ માટે અરજી કરી રહ્યા છો તો તમારે 1011 (GST સહિત) ચૂકવવા પડશે.

Published by: gujarati.abplive.com