પાસપોર્ટ એક એવો મહત્વનો દસ્તાવેજ છે જે કોઈપણ વ્યક્તિને વિદેશ યાત્રા કરવાની મંજૂરી આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિને પાસપોર્ટ સરળતાથી મળી શકતો નથી.

કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સરકાર પાસપોર્ટ જારી કરવાની ના પાડી શકે છે

તેથી પાસપોર્ટ કઢાવતા પહેલા આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

જે લોકોની સામે ગંભીર ગુનાહિત કેસ ચાલી રહ્યા હોય, તેમનો પાસપોર્ટ બનતો નથી

આ ઉપરાંત, કોર્ટ દ્વારા જે વ્યક્તિઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેમને પણ પાસપોર્ટ મળતો નથી.

જે લોકો ખોટા અથવા નકલી દસ્તાવેજો સબમિટ કરે છે, તેમની અરજી રદ કરવામાં આવે છે

જે લોકોએ અગાઉ પાસપોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, તેમની અરજી રોકી શકાય છે.

જે લોકોની ઓળખ અથવા નાગરિકતા સ્પષ્ટ ન હોય, તેમનો પાસપોર્ટ પણ બનાવવામાં આવતો નથી

તેથી પાસપોર્ટની અરજી કરતા પહેલા તમામ માહિતી જાણી લેવી જરુરી છે